વિશેષતાઓ

ઇન્ટરેક્ટિવ્સ અને પ્રિન્ટેબલ્સ

વર્ડવોલનો ઉપયોગ ઇન્ટરેક્ટિવ અને પ્રિન્ટેબલ બંને પ્રવૃત્તિઓ બનાવવા માટે કરી શકાય છે. અમારા મોટા ભાગના ટેમ્પલેટ ઇન્ટરેક્ટિવ અને પ્રિન્ટેબલ બંને વર્ઝનમાં ઉપલબ્ધ છે.

ઇન્ટરેક્ટિવ્સ કોઈ પણ વેબ-સક્ષમ ઉપકરણ પર રમી શકાય છે, જેમ કે કમ્પ્યુટર, ટેબ્લેટ, ફોન અથવા ઇન્ટરેક્ટિવ વ્હાઇટબોર્ડ. તેમને વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત રીતે અથવા શિક્ષક-સંચાલિત ક્લાસમાં વિદ્યાર્થીઓ સાથે વારા-ફરતી રમી શકાય છે.

પ્રિન્ટેબલ્સ સીધા પ્રિન્ટ કરી શકાય છે અથવા PDF ફાઇલ તરીકે ડાઉનલોડ કરી શકે છે. તેનો ઉપયોગ ઇન્ટરેક્ટિવ અથવા એકલી એક્ટિવિટીના સહયોગી તરીકે કરી શકાય છે.

ટેમ્પલેટ્સની મદદથી બનાવો

અમારી પ્રવૃત્તિઓ ટેમ્પલેટ સિસ્ટમનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

આ ટેમ્પલેટ્સમાં ક્વિઝ અને ક્રોસવર્ડ જેવી પરિચિત ક્લાસિકનો સમાવેશ થાય છે. અમારી પાસે મેઝ ચેઝ અને એરપ્લેન જેવી આર્કેડ સ્ટાઇલ ગેમ્સ પણ છે અને સીટિંગ પ્લાન જેવા વર્ગખંડ વ્યવસ્થાપન સાધનો પણ છે.

નવી પ્રવૃત્તિ બનાવવા માટે ટેમ્પ્લેટની પસંદગી કરી તમારી સામગ્રી દાખલ કરો. તે સરળ છે અને તેનો અર્થ એ છે કે તમે માત્ર બે મિનિટમાં સંપૂર્ણ ઇન્ટરેક્ટિવ એક્ટિવિટી બનાવી શકશો.

હું ટેમ્પલેટ્સની યાદી ક્યાં શોધી શકું?

હોમ પેઇઝ પર તળિયે ટેમ્પલેટ્સની યાદી દેખાશે. ઉદાહરણો જોવા માટે આમાંથી કોઈ પણ એક પર ક્લિક કરો.

મને કેટલા ટેમ્પલેટ્સ મળે છે?

તે તમારી પાસે કયા પ્રકારનું એકાઉન્ટ છે તેના પર આધાર રાખે છે. કુલ 35 ઇન્ટરેક્ટિવ્સ અને 19 પ્રિન્ટેબલ છે, પરંતુ વધુ ચોક્કસ માહિતી માટે પ્લાન્ કિંમત જુઓ.

શું હું તમારા ટેમ્પલેટ્સ માટે વિચારો અથવા ફેરફારો સૂચવી શકું?

બિલકુલ, અમે હંમેશાં સૂચનો માટે આમંત્રિત કરતા હોઈએ છીએ. કૃપા કરીને તમારા સૂચનો help@wordwall.net પર ઇ-મેઇલ કરો.

ટેમ્પલેટ બદલી રહ્યા છીએ

એકવાર પ્રવૃત્તિ બનાવી લીધા બાદ, તમે તેને એક ક્લિક સાથે અલગ ટેમ્પલેટમાં બદલી શકો છો. આ તમારો સમય બચાવે છે તથા તફાવત અને મજબૂતીકરણ માટે શ્રેષ્ઠ છે.

ઉદાહરણ તરીકે, જો તમે મેચ પ્રવૃત્તિ ને આકારોના નામો પર આધારિત બનાવી હોય, તો તમે તેને બરાબર સમાન આકારના નામો સાથે ક્રોસવર્ડમાં ફેરવી શકો છો.

એ જ રીતે અમે તમારા સ્ત્રોતને ક્વિઝ અથવા શબ્દખોજ અને ઘણી બધી શક્યતાઓમાં ફેરવી શકીએ છીએ.

હું મારી પ્રવૃત્તિનું ટેમ્પલેટ કેવી રીતે બદલી શકું?

દરેક પ્રવૃત્તિ પેઇઝની જમણી બાજુએ આપેલ ટેમ્પલેટ બદલો જુઓ.

મૂળ ટેમ્પલેટ ટોચ પર સૂચિબદ્ધ છે, જેની નીચે અન્ય તમામ વિકલ્પો છે.

હું કેટલા ટેમ્પલેટ્સ બદલી શકું?

તે તમારી સામગ્રીની પ્રકૃતિ અને પ્રારંભિક ટેમ્પલેટ બંને પર આધાર રાખે છે.

અમે તમારી સામગ્રીને સંભવિત ડઝનબંધ, શક્ય તેટલા વધુ ટેમ્પલેટ્સમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરીએ છીએ.

અમે દરેક ફોર્મેટ માટે ટેમ્પલેટ બદલો પેનલમાં જ કેટલાક શ્રેષ્ઠ વિકલ્પોની યાદી આપીએ છીએ.

બધા બતાવો હેઠળ વધુ ગૂઢ વિકલ્પો મળી શકે છે.

મારે જે જોઈએ છે એ ટેમ્પલેટ વિકલ્પ હું જોઈ રહ્યો નથી...

નીચેનાં કારણો ઉપલબ્ધ વિકલ્પોની સંખ્યાને મર્યાદિત કરી શકે છે:

  • એનાગ્રામ અથવા શબ્દખોજજેવા કેટલાક ટેમ્પલેટ્સ માત્ર સાદા લખાણ સાથે જ કામ કરે છે. જો તમારી સામગ્રી ચિત્રો, સંખ્યાઓ અથવા વિશેષ અક્ષરો ધરાવે છે, તો અમે તેને લખાણ આધારિત ટેમ્પલેટ્સમાં હંમેશા રૂપાંતરિત કરી શકતા નથી.
  • કેટલાક ટેમ્પલેટ્સને ઓછામાં ઓછી સામગ્રીની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, વ્હેક-અ-મોલ માટે ઓછામાં ઓછા 5 સાચા અને 5 ખોટા જવાબોની જરૂર પડે છે.
  • રેન્ડમ વ્હીલ જેવા કેટલાક ટેમ્પલેટ્સ સામગ્રીની સરળ યાદી ધરાવે છે, જેને પ્રશ્નો અને જવાબો જેવા વધુ જટિલ માળખામાં રૂપાંતરિત કરી શકાતા નથી.

કોઈપણ પ્રવૃત્તિમાં ફેરફાર કરો

અગાઉથી બનેલી પ્રવૃત્તિઓ માટે સેટલ થવાની જરૂર નથી. જો તમને કોઈ પ્રવૃત્તિ મળે જે તદ્દન સાચી નથી, તો તમે તમારા વર્ગ અને તમારી શિક્ષણ શૈલીને અનુકૂળ સામગ્રીને સરળતાથી કસ્ટમાઇઝ કરી શકો છો.

હું પ્રવૃત્તિમાં કેવી રીતે ફેરફાર કરી શકું?

કોઈ પણ પ્રવૃત્તિ પેઇઝ પર, તમે પ્રવૃત્તિની નીચે જ સામગ્રી બદલો લિંક શોધી શકો છો. પ્રવૃત્તિની સામગ્રીને અપનાવ્યા બાદ, ફેરફારો સંગ્રહવા માટે પૂર્ણ પર ક્લિક કરો.

જો હું જાહેર પ્રવૃત્તિમાં ફેરફાર કરું તો શું થશે?

જાહેર આવૃત્તિ ને મૂળ નિર્માતા દ્વારા જ સુધારી શકાય છે, પરંતુ તમને એક ખાનગી નકલ મળશે કે જેમાં ફેરફાર કરવા માટે તમે સ્વતંત્ર છો.

દ્રશ્ય શૈલીઓ અને વિકલ્પો

ઇન્ટરેક્ટિવ્સને વિવિધ દ્રશ્ય શૈલીઓમાં રજૂ કરી શકાય છે. દરેક દ્રશ્ય શૈલી વિવિધ ગ્રાફિક્સ, ફોન્ટ્સ અને ધ્વનિઓ સાથે દેખાવ અને અનુભૂતિમાં ફેરફાર કરે છે.

તમને ટાઇમર સેટ કરવા અથવા ગેમપ્લેમાં ફેરફાર કરવા માટે વધુ વિકલ્પો પણ મળશે.

છાપવાની વસ્તુઓમાં પણ વિકલ્પો હોય છે. દાખલા તરીકે, તમે ફોન્ટ બદલી શકો છો, અથવા પૃષ્ઠ દીઠ એકથી વધુ નકલો પ્રિન્ટ કરી શકો છો.

હું ટાઇમર કેવી રીતે સેટ કરી શકું?

લગભગ દરેક નમૂનામાં વિઝ્યુઅલ શૈલીઓની નીચે વિકલ્પો પેનલમાં ટાઇમર સેટિંગ હોય છે. તમે રમત શરૂ કરવાની અગાઉથી આને બદલી શકો છો.

નમૂનાઓ કે જે શિક્ષક-સંચાલિત (દા.ત. બેઠક યોજના અને મગજવલોણા) તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા છે, તે પણ તમને રમત ચાલતી હોય ત્યારે ટાઇમર બદલવાની મંજૂરી આપે છે. તમે આ ટાઇમર રીડઆઉટ પર ક્લિક કરીને કરી શકો છો.

મારા વિદ્યાર્થીઓને રમત ખૂબ જ ઝડપથી મળી રહી છે ...

ગેમ-સ્ટાઇલ ટેમ્પલેટ્સ જેમ કે વ્હેક-એ-મોલ અથવા એરપ્લેન વિઝ્યુઅલ સ્ટાઇલ હેઠળ ઓપ્શન પેનલમાં મુશ્કેલી સેટિંગ્સ ધરાવે છે. જો તમારે જરૂર હોય તો રમતને વધુ સરળ બનાવવા માટે તમે આને ઝટકો આપી શકો છો.

શું તમારી પાસે કોઈ વિઝ્યુઅલ શૈલી છે જે કિન્ડરગાર્ટન, રિસેપ્શન અથવા કી સ્ટેજ 1 માટે સારી છે?

હા, પ્રાઇમરી નામની વિઝ્યુઅલ સ્ટાઇલ જુઓ. તે જે ફોન્ટનો ઉપયોગ કરે છે તે ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યા છે કે જેઓ વાંચવાનું શીખી રહ્યા છે.

શું હું કોઈ બીજાની પ્રવૃત્તિના વિકલ્પો બદલી શકું?

જો તમે લોગ ઇન ન થયા હો, તો રમત લેખકે જે પણ વિકલ્પો સેટ કર્યા હોય તેની હેઠળ ચાલશે.

જો કે જો તમે લોગ ઇન છો, તો તમે તમારી પોતાની જરૂરિયાતોને અનુરૂપ તે વિકલ્પોને ઓવરરાઇડ કરી શકો છો.

વિદ્યાર્થી અસાઇન્મેન્ટ્સ

વર્ડવોલ પ્રવૃત્તિઓનો વિદ્યાર્થી-દ્વારા-પૂર્ણ અસાઈન્મેન્ટ તરીકે ઉપયોગ કરી શકાય છે. જ્યારે શિક્ષક અસાઇનમેન્ટ સેટ કરે છે, ત્યારે વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવૃત્તિના પેઇઝ પર જવાની પ્રકિયા વિના તે સીધા પ્રવૃત્તિ પર જઇ શકે છે.

આ સુવિધાનો ઉપયોગ ક્લાસમાં કરી શકાય છે જ્યાં વિદ્યાર્થીઓ ને તેમના પોતાના ઉપકરણો વાપરી સકતા હોય અથવા હોમવર્ક સેટ કરવાની રીત તરીકે ઉપયોગ કરી શકાય છે.

દરેક વિદ્યાર્થીનું પરિણામ રેકોર્ડ કરવામાં આવે છે અને શિક્ષકને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

હું એસાઇનમેન્ટ કેવી રીતે સેટ કરી શકું?

પ્રવૃત્તિ પેઇઝ પર જાઓ અને શેર બટન પર ક્લિક કરો.

સેટ અસાઈન્મેન્ટ પસંદ કરો. આગળના પેઇઝ પર, તમે વિદ્યાર્થીઓના એક્સેસ અને પરિણામો ટ્રેકિંગ કન્ફિગર કરી શકો છો.

યુનિક એક્સેસ લિંક અંતિમ પેઇઝ પર દર્શાવવામાં આવશે. આ લિંક તમે વિદ્યાર્થીઓ સાથે શેર કરી શકો છો.

જ્યારે વિદ્યાર્થીઓ લિંકની મુલાકાત લેશે ત્યારે તેમને તમારું અસાઈન્મેન્ટ રજૂ કરવામાં આવશે.

હું પરિણામો ક્યાં જોઈ શકું?

પેઇઝની ટોચ પર મારા પરિણામો વિભાગની મુલાકાત લો, તમે જે પ્રવૃત્તિના પરિણામો જોવા માંગો છો તે પસંદ કરો.

વિદ્યાર્થી પ્રવૃત્તિ પૂર્ણ કરે કે તરત જ વ્યક્તિગત પરિણામ ઉપલબ્ધ કરાવવામાં છે.

કયા ટેમ્પલેટ અસાઈન્મેન્ટ સપોર્ટ કરે છે?

વિમાન, એનાગ્રામ, ફુગ્ગા ફોડ, વાક્ય પૂર્ણ કરો, ક્રોસવર્ડ, સમાન શોધ, ફ્લેશ કાર્ડ્સ, ઉડતા ફળ, ગેમશો ક્વિઝ, ગૃપ ગોઠવણી, હેંગમેન, ફોટો ક્વિઝ, લેબલ થયેલ આકૃતિ, મેચ અપ, બંધબેસતી જોડી, ભુલભુલામણી, ક્વિઝ, સાચો ક્રમ, ઝડપ ક્રમમાં ગોઠવી રહ્યા છીએ, શબ્દની જોડણી કરો, સાચું અથવા ખોટું, અંજમ્બલ, અનસ્ક્રેમ્બલ, જુઓ અને યાદ રાખો, વ્હેક-અ-મોલ, ક્વિઝ જીતો અથવા ગુમાવો, શબ્દ ખોજ.

શિક્ષકો સાથે શેર

તમે જે પણ પ્રવૃત્તિ બનાવો છો તેને જાહેર કરી શકાય છે. આ તમારી પ્રવૃત્તિને ઇ-મેઇલ, સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો મારફતે શેર કરવાની છૂટ આપે છે. તે અન્ય શિક્ષકોને કૉમ્યૂનિટી માં પ્રવૃત્તિ શોધવાની, તેને રમવા અને તેના પર નિર્માણ કરવાની મંજૂરી આપે છે.

જો તમે ઇચ્છો તો તમે પ્રવૃત્તિઓને ખાનગી રાખી શકો છો, એટલે કે ફક્ત તમે જ તેને ઍક્સેસ કરી શકો છો.

હું પ્રવૃત્તિ કેવી રીતે શેર કરી શકું?

બધી પ્રવૃત્તિઓ શરૂઆતમાં ખાનગી હોય છે, જ્યારે તમે તેને બનાવો છો.

પ્રવૃત્તિ શેર કરવા માટે પ્રવૃત્તિ પેઇઝ પર શેર બટન પર ક્લિક કરો.

પછી સાર્વજનિક કરો બટન દબાવો, તમે ઉંમર, વિષય અને ટોપિક માટે ટેગ ઉમેરી શકશો. જો તમે આ પસંદ કરશો તો અન્ય શિક્ષકો માટે તમારા સંસાધનો (રિસોર્સ) શોધવા સરળ બનશે.

તમને તમારી પ્રવૃત્તિ માટે એક અલગ લિંક મળશે, જેને ઇ-મેઇલ અથવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકાય છે.

શું મારે મારા વિદ્યાર્થીઓને આ લિંક આપવી જોઈએ?

તમે આપી શકો છો, પરંતુ સામાન્ય રીતે તે શ્રેષ્ઠ માર્ગ નથી.

શિક્ષકોને લક્ષ્યમાં રાખીને, અસાઈન્મેન્ટ તમારા વિદ્યાર્થીઓને ઘણા વિચલિત વિકલ્પો વિના કાર્ય પૂરું કરવાનો વધુ કેન્દ્રિત માર્ગ પૂરો પાડે છે. તે તમને વિદ્યાર્થીઓના પરિણામો પર ટ્રેક રાખવાની પણ મંજૂરી આપે છે.

વેબસાઇટ પર એમ્બેડ કરી રહ્યા છીએ

વર્ડવોલ પ્રવૃત્તિઓને નાના HTML કોડનો ઉપયોગ કરીને અન્ય વેબસાઇટ પર મૂકી શકાય છે. તે YouTube અથવા Vimeo પર તમને જોવા મળતા વીડિયો એમ્બેડ ફીચરની જેમ જ કામ કરે છે, જે તમને તમારી પોતાની સાઇટ પર રમવા લાયક એક્ટિવિટી આપે છે.

તમારા પોતાના બ્લોગ અથવા તમારી શાળાના વર્ચ્યુઅલ લર્નિંગ વાતાવરણ (VLE)ને સુધારવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.

હું એમ્બેડ કોડ ક્યાંથી શોધી શકું?

પ્રવૃત્તિને એમ્બેડ કરવા માટે, પ્રવૃત્તિ પેઇઝ પર શેર બટન પર ક્લિક કરો.

તમે શિક્ષક અથવા વિદ્યાર્થીઓ સાથે શેર કરવાનું પસંદ કરી શકો છો. જો તમે પરિણામો એકત્રિત કરવા માંગતા હોવ તો વિદ્યાર્થીઓને પસંદ કરો.

કોઈ પણ રસ્તો પસંદ કરો અને સ્ટેપ્સ કમ્પ્લીટ કરો જ્યાં સુધી બધા પૂર્ણ ન થાય.

લિંકની નીચે તમને </> આઇકન મળશે; એમ્બેડ કોડ જોવા માટે તેના પર ક્લિક કરો. આ કોડ ને કોપી કરી તમારી સાઈટ પર રાખી શકો છો.

શું હું તેમાંથી પરિણામો ટ્રેક કરી શકું?

હા. શેર બટન પર ક્લિક કર્યા બાદ, સેટ અસાઈન્મેન્ટ પર ક્લિક કરીને વિદ્યાર્થીઓ સાથે શેર કરવાનું પસંદ કરો.

તેને અસાઈન્મેન્ટ તરીકે રજૂ કરીને, તમે જનરેટ થયેલા કોઈ પણ પરિણામો એકત્રિત કરી શકશો.

આઇકન, થમ્બનેઇલ અને આઇફ્રેમ વચ્ચે શું તફાવત છે?

કોડની 3 અલગ અલગ શૈલીઓ છે જે તમે વાપરી શકો છો:

નાનું આઇકન - આઇકન અને શીર્ષક સાથે એક લીટીની સંકુચિત લિંક.

થમ્બનેઇલ - નીચે શીર્ષક સાથે મોટી થમ્બનેઇલ ઇમેજ લિંક.

આઇફ્રેમ - તમારા પોતાના પેઇઝ પર હોસ્ટ કરી શકાય તેવી પ્રવૃત્તિ.

પ્રથમ બે વિકલ્પો તમારી સાઇટ પર સારી રીતે ફોર્મેટ કરેલી લિંક દાખલ કરવાની હળવી રીત પ્રદાન કરે છે. તમે જે પણ પસંદ કરો છો તે સૌંદર્યશાસ્ત્રનો વિષય છે.

આઇફ્રેમ વિકલ્પ તમને તમારી સાઇટ છોડ્યા વિના ફુલસ્ક્રીન ઇન્ટરેક્ટિવ અનુભવ મેળવવાની ક્ષમતા આપે છે.

આપોઆપ સંગ્રહ થયેલ છે: ?